STORYMIRROR

ચૈતન્ય જોષી

Fantasy

4  

ચૈતન્ય જોષી

Fantasy

ચાંદ રૂપાળો

ચાંદ રૂપાળો

1 min
401

રવિ અસ્ત થતાંને સંધ્યા સોહાવે,

કરી નેહથી સાદ નિશા બોલાવે.

ઉગે આભમાંહેથી શશી નિરાળો,

દેખી દૂરથી ચાંદ લાગે રૂપાળો.


ચંદ્ર આસપાસમાં કૂંડાળું લાગે,

સહુ લોક તો ચાંદની રાત માગે.

સ્નેહે સ્પર્શે સમંદરને સુંવાળો,

દેખી દૂરથી ચાંદ લાગે રૂપાળો.


શીળાં કિરણો અમી શાં વરસાવે,

સામ્રાજ્ય રોશની તણું પ્રસરાવે.

બુઝાવતો એ સૂર્યની અગ્નિઝાળો,

દેખી દૂરથી ચાંદ લાગે રૂપાળો. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy