STORYMIRROR

BINAL PATEL

Tragedy Fantasy Inspirational

4  

BINAL PATEL

Tragedy Fantasy Inspirational

કલ્પના શક્તિ

કલ્પના શક્તિ

1 min
491

'હું કયાંક મને જ શોધું છું,

 સપના હું નાના જ સેવું છું,


આ કલ્પના શક્તિને ક્યાં કોઈની રોક-ટોક છે!

આજે ઉત્તર ને કાલે દક્ષિણની વૉક છે,


સમજાતું નથી કે આ વાદળા એટલા વરસી વરસીને શું કહી રહ્યા છે!

એવું તો નથી કે મારા આંસુઓને સંતાડી રહ્યા છે?


ચાલતા કે દોડતા મને થાક લાગે એવું બને નહિ,

નિરાશા, નિષ્ફળતાના ભાર કદાચ વધ્યા લાગે છે!


પ્રામાણિકતા, પરિશ્રમ અને પ્રેમ સાથે તો મારે નાનપણથી જ સંબંધ છે,

પરંતુ,

હિંસાની હરણફાળ કાંઈક વધારે જ ઝડપથી નથી ભાગી રહી!

 પ્રેમ અને સ્નેહની લગામ ખેંચવાનો સમય આવી ગયો એવું લાગે છે.'


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy