STORYMIRROR

Nisha Hingu

Tragedy Others

3  

Nisha Hingu

Tragedy Others

મન મહેફિલ

મન મહેફિલ

1 min
201

પંખી બની ઊડવું હતું નીલ ગગન 

પણ એની પાંખ જ કપાઈ ગઈ,


 મન ભરીને માણવી હતી મહેફિલ

 પણ એ મહેફિલ જ વિખરાઈ ગઈ,


અરમાન સજાવી કરવી હતી સફર

 પણ એ સફર જ સરનામું બદલાવી ગઈ,


 શીતળ વૃક્ષ બની ફેલાવી સુગંધ

 પણ એ સુગંધ જ વિસરાય ગઈ,


 મૃગજળ બની મૂકી મેં દોડ

 પણ ઝાંઝવાના જળ બની રહી ગઈ,


 જિદ બની થઈ હું અડગ

 પણ તોફાન બનીને હું ફેંકાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy