જોઈએ
જોઈએ
હું ક્યાંં કહું છું મારે આકાશ જેટલો પ્રેમ જોઈએ,
બસ આંખ ખોલીને જોઉં તો તમે સામે જોઈએ,
હું ક્યાં કહું છું મારે તમારો શ્વાસ જોઈએ,
બસ જિંદગીભરનો તમારો વિશ્વાસ જોઈએ,
હું ક્યાં કહું છું મારે તમારો સમય જોઈએ,
બસ સમય સાથેે તમારો સાથ જોઈએ,
હું ક્યાં કહું છું મારે લાગણી અપાર જોઈએ,
બસ ઝાકળના બિંદુ સમો વ્હાલ જોઈએ,
હું ક્યાં કહું છું મારે ઝંંખનાઓ અપાર જોઈએ,
બસ મારે તમારા હસતા ચહેરાનું સ્મિત જોઈએ.

