આપત્તિ
આપત્તિ
મન મારું મૂંઝાય, બેચેની ખૂબ થાય,
દ્રશ્યો જોઈને હૃદય પણ કાંપી જાય,
આવો કાળ કેમ કરી ફરી આવી ગયો ?
આંસુની ધારને કંઈક ને અનાથ બનાવી ગયો,
હે ઈશ્વર કંઇક તો નિર્દોષ નું સાંભળ,
તારા પગથિયે કંઈ ક લોકો આળોટતા,
ચાલતા દર્શન કરવાની માનતા કરતા,
હોંશે હોંશે તને ભોગ પ્રસાદ ચઢાવતા,
આજ વાયરસનો બન્યા છે લોક ભોગ,
હે દયાળુ કૃપાનિધાન બસ આશરો છે તારો.
