એવી તો કેવી કહાણી હતી !
એવી તો કેવી કહાણી હતી !
છેલ્લી મુલાકાત પણ ના થઈ શકી આપણી, એવી તો કેવી કહાની હતી આપણી ?
સામે હોવા છતાં પણ તું ના કઈ
બોલી શકી,
અને હું પણ કયાં મારા હોઠ ખોલી શકયો ?
એવી તો કહાની હતી આપણી ?
જોડે હતાં ત્યારે તો નો'તા જ ભૂલી શકતા,
દૂર રહયા પછી પણ કયાં કોઈને ભૂલી શક્યા છીએ ?
આમ તો સમજદાર હતા બંને જ,
તેથી જુદાં પડીને પણ કયાં સમજાવી શક્યા કોઈને ?
તેં તો વાંચ્યું હશે તારૂ નામ મારી ગઝલોમાં,
મે પણ અનુભવ્યું છે મારૂ નામ તારા વંચાણમાં,
એવી તો કહાની હતી આપણી ?
કે જુદા થયા પછી પણ જુદાં ના થઈ શકયાં ?
