દ્રૌપદી
દ્રૌપદી


હું દ્રૌપદી યાજ્ઞસેના પાંચાલી,
માધવ મારા સખા ને હું એની સખી....
મારા મનનો માણીગર અર્જુન
પણ અન્ય પાંડવોની ભાર્યા પણ ખરી..
કૌરવે એ કહી મને વૈશ્યા,
છતાં ગઈ અપમાન હું ગળી...
જો હું મા કુંતીનું વચન ન પાળત તો,
હું પણ હોત પતિવ્રતા પત્ની ખરી...
કહે લોક ભાઈઓ-ભાઈઓ વચ્ચે યુદ્ધ મારા લીધે,
પણ યાદ રહે યુદ્ધનું હું માત્ર નિમિત્ત,
નવયુગનો પ્રારંભ મારા લીધે....
ગુમાવ્યા મેં સંતાનો, થઈ હું નિઃસંતાન...
છેવટે ન્યાય-અન્યાય બધુ જ ભૂલી,
કીધા મેં મનથી નરાધમોને માફ..
સંસારની દરેક નારીમાં હું,
બળ, ધૈર્ય, પ્રેમ અને ન્યાય સ્વરૂપ ધારિણી,
કહો નહીં મને વ્યભિચારિણી.. હું છું સતી
હું દ્રૌપદી યાજ્ઞસેના પાંચાલી.