જીવનસંગાથી
જીવનસંગાથી
લાગે છે કે અમને
અમારા જ ઘરમાં હવે,
અમારું માન સન્માન,
મોભો, રૂઆબ, મર્યાદાઓ
બધું હવે અવસ્થાની સાથે
ગયું છે ઘસાઈ ને,
ટેકો છે માત્ર એક
તારો મને, ને મારો તને,
આપણામાંથી કોઈ એકની
ગેરહાજરીમાં પણ કાયમ
આવવા દેતી નથી એકલતાને,
સદાય સંતાનો માફક આપે છે ટેકો,
રોડ પર, મંદિરમાં દવાખાનેે,
ઘરમાં જાગવાથી ઊંઘ સુધી,
અમારી ચાલેે ચાલતી ને
અમારા ઊભા રહેવા સાથે ઊભી,
વૃદ્ધાવસ્થાથી મોત સુધીનો
અમને દંપતિ ને મળ્યો છે સથવારો,
અમારા જેવા વૃદ્ધ સૂકા વૃક્ષની પણ,
કયારેક અંગ સમાન બનેલી ડાળની
લાકડી જે,
બની ગઈ છે અમારી જીવનસંગાથી.
