ચુંબકીય નીકળી
ચુંબકીય નીકળી
1 min
301
સફર આખી ચુંબકીય નીકળી,
અસર તારી ચુંબકીય નીકળી,
એક તો લોખંડી લગાવનું હૈયું
નજર તારી ચુંબકીય નીકળી,
રસ્તા પર અટકાવે રોજ એવી
ડગર તારી ચુંબકીય નીકળી,
નેણની સાથે થઈ છે ચાલાકી
ભ્રમર તારી ચુંબકીય નીકળી,
હવાએ ફેલાવી છે આ વાતને
ખબર તારી ચુંબકીય નીકળી.
