દીપ
દીપ
1 min
184
પ્રગટ થયો છે દીપ પ્રકાશનો,
કપટ ગયો છે એ આભાસનો,
અંધકાર મટી ગયાં છે સઘળાં
વટ્ થયો છે આજ ઉજાસનો,
નોંધપાત્ર થઈ ગયા બદલાવો
પટ થયો છે એક ઈતિહાસનો,
વેરઝેર બધો હટાવી નવેસરથી
ઝટ થયો છે ભીતર મીઠાશનો,
કળયુગી મઝધારમાં ઓચિંતો
તટ થયો છે શબ્દના આકાશનો.