ગયું
ગયું
1 min
184
સમજણથી હટી ગયું,
મુશ્કેલ બધું મટી ગયું,
આવ્યો અંત અફવાનો
ટેન્શન સાવ ઘટી ગયું,
ખુલ્યા છે દ્વાર સત્યના
અટકળ જેવું પતી ગયું,
ઊગ્યું સ્પર્શ ટેરવાં ઉપર
સ્મરણ ગળે ભેટી ગયું,
'ભાવુક'નો લગાવ જોઈ
મોત સરહદને વટી ગયું.
