પ્રેમ
પ્રેમ
1 min
200
મારા જેવો મારો પ્રેમ છે,
દુનિયાને ખોટો વહેમ છે,
આકાર ને જાતિ એક છે
વિરોધ વચ્ચે હેમખેમ છે,
સંતુષ્ટ છીએ એકબીજા
એકબીજા જાણે હેમ છે,
લોકો ગણે અલગ અમને
અમારી અલગ જ ફ્રેમ છે,
માન્યતાની જરૂર નથી હવે
'ભાવુક' કલમ જેવી નેમ છે.
