ભૂલી ગઈ હું મને !
ભૂલી ગઈ હું મને !
આવી ઘરની જવાબદારી ત્યારે ભૂલી ગઈ હું મને !
પરિવારના પ્રેમમાં પડી કે પ્રેમ જ ભૂલાઈ ગયો મને,
પાંખો ફેલાવી ઊડવાની ઈચ્છા મને પણ હતી !
પણ પરિવારના પ્રેમમાં એવી પડી કે મે પાંખો કાપી નાંખી મારી !
ઈચ્છા, આકાંક્ષા ક્યાંક મને પણ હતી !
પણ બીજાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે હું મારી ઈચ્છાઓ જ ભૂલી ગઈ,
ભૂલી ગઈ હું મારા દેખાવને જ્યાં મને માત્ર પરિવાર દેખાયો !
તોડ્યા પ્રેમના બંધનો જ્યારે હું પરિવારના પ્રેમમાં પડી ગઈ !
અધૂરી ઈચ્છાઓ અધૂરી ક્યાં રહી હવે !
એતો ક્યારની કહાનીઓ બનીને લખાતી ગઈ !
સાત સૂર અને સાત રંગોએ રંગાવું હતું મને,
જવાબદારીઓના રંગે રંગાઈ ગઈ એવી કે ભૂલાઈ ગયા સપનાઓ સોનેરી !
