Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Tragedy Others

4.8  

Nana Mohammedamin

Tragedy Others

પસ્તાવો ક્યાં છે???

પસ્તાવો ક્યાં છે???

1 min
597


વૃદ્ધાશ્રમની ઓરડીમાં બાપ છેક સુધી પડી રહ્યો,

ઘરની દીવાલ પર બાપનો એકલો ફોટો રહી ગયો,

તોયે તને પસ્તાવો ક્યાં છે ?


મર્યા પછી બાપનાં નામનું પરબ બંધાવતો,

જીવતે જીવ પાણીનો એક લોટો માટે તરસી ગયો,

તોયે તને પસ્તાવો ક્યાં છે ?


સજાવી ધજાવીને મસ્ત મોટા મહેલોમાં રહેતો,

આવનારને આદરથી આવકારવામાં ભડકી ગયો,

તોયે તને પસ્તાવો ક્યાં છે ?


માનવી ભણી ગણીને સરવૈયું માંડતો,

નફામાં ધન-દોલતને સંબંધોમાં તોટો પડી ગયો,

તોયે તને પસ્તાવો ક્યાં છે ?


પૈસો જ બધું છે તેવી ડંફાસ હાંકતો,

શ્વાસ ન મળતાં અહમનો પરપોટો ફૂટી ગયો,

તોયે "નાના"ને પસ્તાવો ક્યાં છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy