Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Tragedy Inspirational

4.9  

'Sagar' Ramolia

Tragedy Inspirational

વિધવા ભાગ-10 આભારી બની

વિધવા ભાગ-10 આભારી બની

1 min
694


(રાગ-રમતો જોગી રે કયાંથી આવ્‍યો...)


સસરા આવો વિચાર રે કયાંથી આવ્‍યો હો, જી રે !

તેણે મારાં મનડાંમાં હલચલ મચાવી રે,

           આભારી હું તો બની !


કરમ સંજોગે બની હું તો વિધવા હો, જી રે !

તમે મારા ઉપર આવી દયા શીદ લાવી રે,

          આભારી હું તો બની !


આજે તમે બન્‍યા છો ભગવાનથી મોટા હો, જી રે !

મેં તો તમારી મૂર્તિને દલડામાં સમાવી રે,

          આભારી હું તો બની !


તમારી હિંમતને કોઈ નવ પહોંચ્‍યા હો, જી રે !

તમે આજે જગની જડ રસમને ભગાવી રે,

          આભારી હું તો બની !


સસરા તમે બન્‍યા રે મારા પિતાજી હો, જી રે !

તમે આજે દુનિયાને દીધી છે શરમાવી રે,

          આભારી હું તો બની !


આજે એક બાજુ રે હર્ષ નથી માતો હો, જી રે !

ને એક બાજુ પતિની યાદ જાય છે આવી રે,

          આભારી હું તો બની !


પ્રેમથી રહેતી હતી તમારી સાથે હો, જી રે !

આજે એ પ્રેમની યાદે દીધી છે રડાવી રે,

          આભારી હું તો બની !


વા'લાં સાસુ-સસરા રે, નણંદ-દિયર હો, જી રે !

આજે સૌને છોડવાની ઘડી ગઈ આવી રે,

          આભારી હું તો બની !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy