STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy Inspirational

4  

'Sagar' Ramolia

Tragedy Inspirational

વિધવા ભાગ-૫ દિયર-ભાભી

વિધવા ભાગ-૫ દિયર-ભાભી

1 min
746

(રાગ-સવામણ સોનું ને અધમણ રૂપું...)


એક દિન બોલ્‍યો મારો લાડલો દેરીડો,

ભાભી તમે ધૈર્યની દેવી ! હો, રાજ

   ભાભી રે મારા મનમાં સમાણાં.


ભાભી તમારી પાસે નોકર બની રહું,

સેવાની તો વાત શી કહેવી ! હો, રાજ

   ભાભી રે મારા મનમાં સમાણાં.


કહો તો ભાભી કૂવેથી પાણીડાં હું ભરું,

સફાઈ કરું હું કહો એવી ! હો, રાજ

   ભાભી રે મારા મનમાં સમાણાં.


વહાલાં ભાભી કદી' મુજથી ન રૂઠશો,

ભૂલ થાય તો માફ કરી દેવી ! હો, રાજ

   ભાભી રે મારા મનમાં સમાણાં.

               *

મારો લાડલો દેરીડો છે આવો હઠીલો,

શીદને માને મુજને દેવી ! હો, રાજ

   ભાભી હું એના મનમાં સમાણી.


લાડલા દેરીડાને કામ શીદ કરાવું,

નથી કંઈ હું નમાલા જેવી ! હો, રાજ

   ભાભી હું એના મનમાં સમાણી.


નિશાપતિ જેવું એનું મુખડું ચમકે,

બુદ્ધિની તો વાત શી કહેવી ! હો, રાજ

   ભાભી હું એના મનમાં સમાણી.


મારા દેરીડાને કદીયે આંચ ન આવે,

આ દેરાણી તો શોધું હું એવી ! હો, રાજ

   ભાભી હું એના મનમાં સમાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy