વિધવા ભાગ-૧ ગામડું
વિધવા ભાગ-૧ ગામડું
(રાગ-એક વણઝારી ઝૂલણ ઝૂલતી'તી)
એક રૂડું રૂપાળું ગામડું,
એ હૈયે હેતાળું ગામડું;
એમાં રહેતા'તા સંપીને સહુ,
એ રૂડું રૂપાળું ગામડું.
એક-બીજાને લોકો મદદ કરે,
દુખિયા માટે તો સર્વસ્વ ધરે;
એ ગામની તો શી વાત કહું !
મહેમાનો આવે તો મરી પડે,
મીઠી વાતોમાં ઊંડા ઊતરી પડે;
બન્યા'તા જ્ઞાની તેઓ બહુ,
નાતજાતમાં તેઓ ન માનતા,
સૌની સાથે એકતા રાખતા;
કહેતા, ‘છે સૌનું એક લહુ',
તહેવારોના લોકો ખૂબ શોખીન,
સૌ સાથે રહે, હોય ધની કે દીન;
એવા ગામને તો હું ખૂબ ચહું,
સંપના તો પાઠ સૌને શીખવે,
શાંતિ રાખવા એ સૌને વીનવે;
ને દાખલો બેસાડે હૂબહૂ,
થઈ ગઈ એક દિવસે ભારે,
રડતી હતી બાઈ એક ચોધારે;
એના કલ્પાંતની શી વાત કહું!
એ કલ્પાંત કરતું ગામડું,
