STORYMIRROR

Nikita Panchal

Romance Tragedy

4  

Nikita Panchal

Romance Tragedy

મને ના કર

મને ના કર

1 min
577

તારા ખોટાં પ્રેમનાં દેખાડાની વાતો મને ના કર

પ્રેમનાં નામે શરીર ચુથવાની વાતો મને ના કર


દરેક ઈરાદા જાણું છું ખોટાં બહાના મને ના કર

જુઠ્ઠો તું છે અને જુઠ્ઠો તારો આ પ્રેમ મને ના કર


વાતોમાં તારી હદનાં વટાવ ખોટાં વેવલાં મને ના કર

જવાબ આપીશ કરારો ભૂલવાની વાતો મને ના કર


પ્રેમનાં નામે છેતરવાની એ જાહેરાત તું મને ના કર

તારા કાળા કારનામા રંગીન કરવાની વાત મને ના કર


સમજી જજે ટૂંકમાં ફસાવવાની કોશિશ મને ના કર

ચાહત તારી જૂની હતી નવી શરૂઆત મને ના કર


તોડ્યું દિલ મારું હવે સાંધવાની કોશિશ મને ના કર

ભૂલી તને હવે યાદ દેવડાવવાની કોશિશ મને ના કર


ખુલ્લો છે દરવાજો નીકળ બહાર જોવાનો પ્રત્યન મને ના કર

કોઈ હક નથી મુજ પર હવે ફરી મળવાની વાત મને ના કર


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance