STORYMIRROR

'Sagar' Ramolia

Tragedy Others

4  

'Sagar' Ramolia

Tragedy Others

કૌભાંડ દેશના વાસી

કૌભાંડ દેશના વાસી

1 min
685

કૌભાંડ દેશના વાસી,

અમે કૌભાંડ દેશના વાસી,

જોઈએ દાસ ને દાસી,

અમે કૌભાંડ દેશના વાસી.


ભૂખે મરતાં ભલે મરે,

નેતા અમે લાડકવાયા,

રોજ પકવાન ખાશી,

અમે કૌભાંડ દેશના વાસી.


દૂધ પાઈને દુનિયાએ,

અમને કરી દીધા ઘેલા,

દારૂ રોજ સૌને પાશી,

અમે કૌભાંડ દેશના વાસી.


સત્ય અમને કોઠે ન પડે,

કદી ફસાઈ જઈએ,

ઊભી પૂંછડીએ નાસી,

અમે કૌભાંડ દેશના વાસી.


‘સાગર’ બલા હોંશથી કહે,

અહીં તો ખૂબ ફાયદો,

પ્રસિદ્ધિ મળશે ખાશી,

અમે કૌભાંડ દેશના વાસી.



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy