STORYMIRROR

Nana Mohammedamin

Tragedy Others

4  

Nana Mohammedamin

Tragedy Others

ઝૂંપડપટ્ટી

ઝૂંપડપટ્ટી

1 min
680

ખબર નહીં ખુદાને હું ફરિયાદ કેમ રોજેરોજ આપું છું,

ખાવા રહેવા બધું છે તોય હું મિલ્કત કેમ રોજેરોજ માપું છું,

નથી મારી પાસે એની હું ગણતરીઓ કેમ રોજેરોજ કરું છું,

રોજ સવારની જેમ આજ રોજ હું ફરિયાદો કરતો નીકળ્યો છું !

અચાનક એક ચીસ સાથે નાનકડો છોકરો રડ્યો,

નજર સડકથી હટાવી, હું એ ઝૂંપડપટ્ટી તરફ વળ્યો,

હાલત એમની જોઈ, હું મનમાં ને મનમાં ફફડ્યો,

રોજ સવારની જેમ આજ રોજ હું ફરિયાદો કરતો નીકળ્યો છું !

ના શરીરે કપડાં આખા, ને ના રહેવા આખુ છાપરું,

ના કોઈ આપે માન, ને ઉપરથી લૂંટે સૌ કોઈ આબરૂ,

માણસો તો ઘણા હતાં છતાં લાગ્યું મને ત્યાં અવાવરુ,

રોજ સવારની જેમ આજ રોજ હું ફરિયાદો કરતો નીકળ્યો છું !

જીંદગી એમની જોઈને હું તો સ્તબ્ધ બની ગયો,

એ ભૂખ્યાની ભૂખને જોઈ, હું તો થોડો ડરી ગયો,

અંતરનાં ઊઠતા સવાલોને હું જવાબ સાથે મળી ગયો,

રોજ સવારની જેમ આજ રોજ હું ફરિયાદો કરતો નીકળ્યો છું !

એક દિવસ સરનામું "નાના"નું કબ્રસ્તાન હશે જાણું છું હું,

જીંદગીનો અવસર બસ એક વસવસો હશે જાણું છું હું,

જાણું તો છું હકીકત તોય ખેવનાઓ પાછળ ભાગું છું હું,

રોજ સવારની જેમ આજ રોજ હું ફરિયાદો કરતો નીકળ્યો છું !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy