રણ
રણ


રણને પણ બહુ આશ,
કે કોઈ છોડ અહી પણ ઊગે,
પણ એવુ બન્યુ ના કયારેય.
તડપી તડપી ને બહુ તપે,
એટલો તપે કે નીકળે મહી વરાળ,
ભાપ બની બહુ રડે,
રણને પણ બહુ આશ...
ગુસ્સામાં જાણે લાલ ચોર,
ધૂળ ના કરે વંટોળ,
ઠાલવ્યો જાણે ગુસ્સો,
રણ ને પણ બહુ આશ...
આમ કરતા જાય વષો વરસ,
પણ દયાળુ છે ઉપરવાળો,
કરે મહેર બની માવઠું,
રણ ને પણ બહુ આશ...