કોઈ તો જરુર હોય છે
કોઈ તો જરુર હોય છે
દરેક અજવાળાની પાછળ, છૂપાયું કોઈ તો અંધારું જરૂર હોય છે,
હોય વસ્તીવાળું ગામ તોયે, કોઈ તો નોધારુંં જરૂર હોય છે.
આવે આગંતુક અહીં ભલે રોજ, કોઈ તો જનારું જરૂર હોય છે,
મૃત્યુનાં વણથંભ્યા નિયમમાં, કોઈ તો ગોઝારું જરૂર હોય છે.
છલકતાં અમૃતનાં કુંભ હોય છતાં, કોઈ તો ઝેરને પીનારું જરૂર હોય છે,
મરકતાં હોઠની મહેફિલમાં, કોઈ તો રોનારું જરૂર હોય છે.
પ્રેમથી ભરેલી દુનિયામાં પણ, કોઈ તો નફરત કરનારું જરૂર હોય છે,
અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસના સમયમાં, કોઈ તો તેને તોડનારું જરૂર હોય છે.
દરેક અજવાળાની પાછળ, છૂપાયું કોઈ તો અંધારું જરૂર હોય છે.