મનની વાત
મનની વાત




મળીશ પ્રભુને હું જ્યારે,
કહીશ મનની વાત ઘણી,
નથી હોતું સહેલું બધું,
જીવનમાં હોય છે ઘાત ઘણી.
સુખની હો કે દુઃખની, ખબર નૈ,
લાગણીઓની ય છે ભાત ઘણી,
હોય આશા સોનેરી દિવસની,
તોય લાંબી લાગે રાત ઘણી.
થઈ છે ભીની યાદમાં એમની,
પડે છે આંખમાંથી અશ્રુઓની ધાર ઘણી,
બળે છે અંતર આજે બધાનું,
ભભૂકે છે આગ હૃદયમાં ક્રોધની ઘણી.
નથી વાત મોટી કોઈ જગતમાં,
નીભાવે દોસ્તી તો સૌ પ્રેમથી ઘણી,
બતાવી દો નાપાક દુશ્મનોને જરા,
અહીં છે વાત હવે દુશ્મનીની ઘણી.
છે ઈચ્છા મુજ અંતર મંહી,
થાય જો મુલાકાત ઘણી,
જાણું છું કામ જરૂર આવશે,
છે તારામાં ય ઈશ્વરીય તાકાત ઘણી.
ટકી રહ્યો છું એ જાણવા થકી,
ઊંચી મુજ કરતાં તારી ઔકાત ઘણી,
થશે દર્દ દૂર મારું ય કદી,
દવાઓની ય હોય છે જાત ઘણી.