મારું આંસુ
મારું આંસુ


હતા એ દિવસો મારા કેવા?
કેટકેટલું સંઘરતી હું દિલમાં મારા!
ને આજે ...
એક આંસુ નથી સચવતું આંખમાં.
સતત બળતુ હૃદય ને,
ઉપર રાખ પણ ન વળે.
મળે સીધો મારગ એ ધુંઆને.
હૃદયને બાળતો,
ભક્ ભક્ કરતો,
કાળો ધુમાડો,
નસે નસમાં ફરી વળે છે.
ડૂમા ને ડૂસકાં ગળી જવાય છે.
નાકમાંથી ગરમ નિસાસા નિકળે છે.
ને બસ... પછી,
આંખમાંથી આંસુ સરકી પડે છે.
પાંપણો પર બધી ખારાશ બાઝે છે.
ને ગાલોની મરુભૂમી પર
એક જળાશય રચાય છે.
જે શબ્દોના મારથી તપતા
ગાલને શાતા પહોંચાડે છે.