STORYMIRROR

Patel Padmaxi

Tragedy

3  

Patel Padmaxi

Tragedy

દીકરી

દીકરી

1 min
107

વળી ગઈ એક દીકરી પિતાના દ્વારેથી,  

આંખોમાં લઇ પાણી,

'જાવ છું' એટલુંય બોલી ન શકી એની વાણી,

આંખોમાં લઇ પાણી. 


યુવાનવયની મદમસ્ત એ રાજકુમારી,

બની ગઈ અજાણ્યા ઘરની રાણી 

આંખોમાં લઇ પાણી.


કેવી મુક્ત મને ઝૂમતી'તી ઘર આંગણમાં! 

જોને લજજાની સોડ એણે તાણી

આંખોમાં લઈ પાણી. 


છટાક-પટાક ફળિયું લઇ ફરતી જે માથે,

હવે હળવે -હળવે પડતી એના પગની પાની,

આંખોમાં લઇ પાણી.


કેટલાંય શ્વાસો વહ્યાં, વરસો જયાં વીત્યા, 

એ જ ઘરમાં બની હવે મહેમાન અજાણી

આંખોમાં લઇ પાણી.


નવા સંબંધો બંધાયા, સરનામાં બદલાયાં,

દીકરી, બહેન ને હવે બની ગઈ..વહુ રાણી,

આંખોમાં લઈ પાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy