કવિ કેમ થવાય?
કવિ કેમ થવાય?


ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.
આંસુઓનો ગળે ડૂમો બાઝી જાય,
સપના વિના કોરી દરેક રાત જાય,
જિંદગી રોજે ઉંમરથી મોટી જીવાય,
ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.
સંવોદનોના ઝરણાં જાય સાવ સૂકાય,
લાગણીઓને કાયમ ફૂટપટ્ટીથી મપાય,
ખીલતા છોડને નકામો જ પીંખી નંખાય,
ત્યારે લખતા લખતા કવિ થઈ જવાય.