STORYMIRROR

Shaurya Parmar

Tragedy

4  

Shaurya Parmar

Tragedy

વાદળો વધમાં પડ્યાં છે !

વાદળો વધમાં પડ્યાં છે !

1 min
293

વાદળો વધમાં પડ્યાં છે.


કોઈએ પૂછ્યું મને કે, 

વરસાદ કેમ નથી વરસતો ? 

મેઁ કહ્યું...તમને ખબર છે ? 

વાદળો વધમાં પડ્યાં છે !


માણસાઈનું મેહકમ, 

એકદમ ઓછું થતા, 

એ દૂર જઈ ક્યાંક ભળ્યાં છે, 

વાદળો વધમાં પડ્યાં છે !


વાંક એકપણ નહીં તેમનો, 

પાણીનાં ભારથી હતા છેલ્લાં, 

એ દૂર જઈ ક્યાંક અનરાધાર રડ્યાં છે, 

વાદળો વધમાં પડ્યાં છે,


ને હવે અહીં વરસાદ નહીં વરસે, 

પછી ભલે જણ જણ, કણ કણ તરસે, 

માણસ નડ્યાં તેમને એટ્લે તે નડ્યાં છે, 

વાદળો વધમાં પડ્યાં છે !


કોરુંકટ્ટાક સર્વત્ર ...! 

ને નહીં થાય લીલુંચટ્ટાક, 

"દાસ"કહે,

એ કોઈ બીજે પ્રવાસે જઈ ચડ્યાં છે,

વાદળો વધમાં પડ્યાં છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy