હશે નસીબમાં એ જ મળવાનું
હશે નસીબમાં એ જ મળવાનું


દિવસ આખો મારે રળવાનું,
સાંજે ઘરે આવીને રડવાનુું,
મોંઘવારી નો છે કપરો સમય,
બસ ગાડુું આમ જ દળવાનું,
કોને બતાવું આ લાચારી મારી,
કોની પાસે જઈ મારે કરગરવાનું,
પ્રભુ કહે ચિંતા છોડી દે માનવી,
હશે નસીબમાં એ જ મળવાનું.