માઁ ની અધૂરી ડાયરી
માઁ ની અધૂરી ડાયરી
શ્વાસ મારો કંઈક એવો ધુંવા થયો,
મારી આ ડાયરીના પાના રહી ગયા અધૂરા,
બાળપણની આ રીતનું રંગ કઈ કેવો લાગ્યો,
કે પછી જીવનભર એણે કદી મારો સંગના ત્યાગ્યો,
બાળપણની સખી સાહેલી સૌને પાને ઉતારી,
કહી ના શકી કોઈને જે વાત તે આ ડાયરી એ ઉતારી,
સગપણ પ્રતિની જે વાત પ્રિયાની સંગ હતી કરી,
સાદગીથી તે પણ આ ડાયરીને કહી સંભળાવી,
નવ મહીનાનું મમતાનું ગૌરવ જે મળ્યું હતું મને આજ,
તે પણ મેં કહ્યું મારી બાળકીને ડાયરીમાં આજ,
આજે મમતા થકી મા તેના માટે આ જ છે,
મારા બાળપણના શબ્દોને છે તે તેના માટે મારી સોગાત છે,
મારો શ્વાસ આજે કંઈક એવો ધુંવા થયો,
માને આજે દીકરીથી જૂદો કરી ગયો,
મારી આ ડાયરીના પાના રહી ગયા અધૂરા,
પણ મારી દીકરી માટે તે અધૂરા પાના
જ બની ગયાં માના શ્વાસ ને શબ્દો....!
