રૂપિયા વગર ક્યાં જીવાય છે ?
રૂપિયા વગર ક્યાં જીવાય છે ?
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
તમારા રૂપિયાથી જ તમારી પ્રતિષ્ઠા મપાય છે,
હવે તો જીવવું અને મરવું પણ અઘરું થઈ જવાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
નોર્મલ ડિલીવરી બહુ ઓછી હવે થાય છે,
અહિંયા તો દરેકની સિજેરીયન કરાવાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
છોકરું આવે ઘરે ને ઉત્સવ ઉજવાય છે,
ત્યાં પેલા કંચનમાસી આવીને પુરા એકવીસ હજાર લઈ જાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
સારા ભવિષ્ય ને કાજે છોકરાને ભણાવાય છે
નિશાળની ફિ ભરવા બાપા ઓવર ટાઈમે જાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
ભણીને દીકરો થયો મોટો, હવે એને પરણાવાય છે
લોક લાજે બાપાથી, પૈસાનું પાણી થાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
પરિવાર થયો મોટો, ત્યાં દીકરો નોખો થાય છે
ડોહા-ડોશીની ખોરાકી હવે ક્યાં પોસાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
છોકરા મોટા કરવામાં મા-બાપ ઘસાય છે
ભેગી કરેલી મૂડી બધી એમાં વપરાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
રૂપિયા-રૂપિયાની લહાયમાં માણસ મરી જાય છે,
"રા,મ," કહે મર્યા પછી પણ ક્યાં મફતમાં બળાય છે,
રૂપિયા વગર ક્યાં એમ ને એમ જીવાય છે ?
