જુઓ મજાની મોસમ આવી
જુઓ મજાની મોસમ આવી
જુઓ મજાની મોસમ આવી,
આ રાજકારણની ચૂંટણી આવી,
નેતાઓ બધા વોટ માંગવા ને કાજે હવે આવશે
પ્રજા માટે મોટા વાયદાઓના ખજાના એ તો લાવશે.
જુઓ મજાની મોસમ આવી,.આ રાજકારણની ચૂંટણી આવી,
મફત આપીશું મકાન, કપડાં ને આપીશું મફત રોટી,
વાયદા આપી ફરી જશે, ભરમાર ઊભી કરશે એ ખોટી.
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી,
હાથ જોડશે, પગ પકડશે કંઈક કરશે કાલા વ્હાલા તમને.
કામ તમારા સઘળા થશે, બસ આ વખતે જીતાડી દો અમને,
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી,
પક્ષ હોય કે હોય વિપક્ષ, છે બધા આ એક ગોળાનું પાણી,
સારા બનશે તમારી સામે, કારણ અમની મેલી મુરાદ એમા છૂપાણી.
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી,
ઉમળકાભેર પ્રજા મત આપવાને દોડી જાશે,
તે દિ રૂડો ચૂંટણીનો અનેરો ઉત્સવ ઉજવાશે,
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી,
પરિણામ જે દિવસે આવશે ત્યારે અનોખા નાટક ભજવાશે,
ક્યાંક વાગશે ઢોલ નગારા, તો બીજી બાજુ માતમ રૂપી શાંતિ છવાશે,
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી,
વાયદાઓ બધા વિસરાઈ જાશે, કારણ ચૂંટણી હવે ગયા જીતી
પ્રજા બાપડી શું કરે ? નવાઈ નથી, આ કાયમની છે રીતી.
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી,
નેતાઓ બધા જીતીને ચાલ્યા જાશે એમને ઘેર,
તમે શું કામ રાખો છો અંદરો અંદર વેર,
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી,
“રા.મ.” કહે નથી આ ચૂંટણી, આ તો કાળમુખીને જીવ લેનારી,
કંઈક સબંધો હોમાઈ ગયા ને કંઈકની થઈ ગઈ બલિહારી.
જુઓ મજાની મોસમ આવી, આ રાજકારણની ચૂંટણી આવી.