નજરમાં એમ વસી ગયા છો તમે
નજરમાં એમ વસી ગયા છો તમે
નજરમાં એમ વસી ગયા છો તમે,
જન્મોજન્મની અમાનત સમજી સાચવી રાખ્યા અમે,
યાદ નથી કરતા હવે લાગે છે દુનિયાનો રંગ ચઢ્યો છે તમને,
તમારા જેવું હું પણ કરું ..? ના એવું નહીં ફાવે અમને,
ઘણા સમયથી તરસી રહી છે આંખો મળવાને તમને,
શું હવે આમ જ તારસાવીને મારશો અમને,
તસવીર હાથમાં હોય ત્યારે આંખો બંધ નથી કરતા અમે,
ડર લાગે છે બહુ દિલમાં કે ક્યાંક અદ્રશ્ય ના થઈ જાવ તમે,
તમે હો જો નયન સામે ત્યારે ભાન નથી રહેતું કે દિવસ છે કે રાત,
ધબકારો ચૂકાઈ જાય છે નથી સમજાતું કે શું કરું વાત,
અઢળક વાતો કરવી છે મારે પણ તું ક્યાં સમય આપે છે,
લાગે છે કે હવે તું મારી ઘીરજને માપે છે,
મન હવે નથી રહેતું હાથમાં એને વારે વારે વાળું છું,
કોને કહેવી આ વેદના.. બસ એને શબ્દોમાં ઢાળું છું,
શબ્દોથી શરૂઆત કરું ત્યાં કવિતા લખાઈ જાય છે,
તમે તો મળતા નથી ને બસ આ રામની યાદો રહી જાય છે.
