STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Drama Inspirational

3  

Mahendrasinh Rathod(રા.મ.)

Drama Inspirational

હું તારા દ્વારે ઉભો છું

હું તારા દ્વારે ઉભો છું

1 min
179

તારા દિલના દરવાજાને ખોલ,

હું તારા દ્વારે ઊભો છું,

તારા અંતરમનને ઢંઢોળ,

હું તારા દ્વારે ઊભો છું,


મટી જશે બધા જન્મોના તારા ફેરા,

દૂર થઈ જાય છે અજ્ઞાન કેરા અંધારા,


ઘણો કિંમતી સમય વ્યર્થ તે વિતાવ્યો,

આમતેમ ભટકીને તું થાક્યો, તોય તું ન ફાવ્યો,


જન્મ દઈને પ્રભુએ તને અણમોલ વસ્તુ બતાવી,

જગતની માયાજાળમાં તે વસ્તુને ગુમાવી,


આપી દે તારા જીવન કેરી દોરી હવે હાથમાં મારા,

અંત વેળાએ કોઈ નહીં આવે સગા સૌ તારા,


તારા અંદર રહેલી ગૂંચવણને હવે તું ખોલ,

 પ્રભુનું હવે નામ લઈ હરિ હરિ બોલ,


“રા.મ.” કહે પ્રભુ આપણને સમજાવે,

 તારા હૃદયની માલીપા રૂડો આત્મા બતાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama