ક્યાં છે તું ?
ક્યાં છે તું ?
આમ એકલો મૂકીને જતી રહી,
ક્યાં ક્યાં નથી ગોતી તને મેં,
શહેરની શેરીએ શેરીએ ફરીવળ્યો
પણ ત્યાં તારો કોઈ પતો ના મળ્યો,
ક્યાં ખોવાઈ ગઈ છે તું આમ,
મને આ મજધારમાં મૂકીને !
કેવા મજાના આપડે જોડે મસ્તી કરતા,
ના કોઈ ટેન્શન, ના કોઈ ની ચિંતા,
એ તારું વારે ઘડીયે રિસાવું,
ને પછી મારુ તને પ્રેમ થી મનાવવું.
અને તારું બહુ બધા નાટકો પછી માની જવું,
પણ એની એક મજા હતી હો,
કોણ જાણે ક્યાં ગઈ એ બધી માજા ?
એ રોજ બસ સ્ટોપ પર તારી,
રાહ જોવાની પણ શુ મજા હતી યાર !
અને એમાં પણ એક બીજાની ચિંતા હતી,
જે પેલા આવે એ બીજાની રાહ જોતું.
અને જો સહેજ પણ વધારે મોડું થાય,
તો તો તું મને બોસ ની માફક ખખડાવી નાખતી.
પણ તારી એ ગુસ્સાવાળી નજરોમાં પણ,
મને તારો પ્રેમ દેખાતો, કારણકે તેમાં મારા માટે ની ચિંતા હતી.
હવે એ ચિંતાતુર નજરો ક્યાં ખોવાઈ ગઈ છે ?
પણ આપણી એ યાદોની પણ અલગ મજા છે,
કૉલેજમાંથી ગુલ્લીઓ મારીને ગ્રુપમાં ફરવા નીકળી પડતા,
પણ એ ટોળામાં પણ તારી એ તીખી નજરો મારી પર જ હોઈ,
આજે એ તીખી નજરો દુનિયાના ટોળામાં ક્યાં ખોવાઈ ગઈ છે ?
આખો દિવસ જોડે રહ્યા હોય તો પણ,
રાત્રે બાર વાગ્યા સુધી તો વાતો કરવાની જ,
ગુડ નાઈટ કહ્યા પછી પણ કલાકો વાતો ચાલતી,
જ્યાં સુધી બંનેના ફોનની બેટરી ઉતરી ના જાય,
ત્યાં સુધી ગપ્પા મારવા ના, એ મજા હવે ક્યાં ખોવાઈ ગઈ !
હવે તો તારી યાદો સિવાય બીજું કશુ રહ્યું નથી મારી પાસે,
પરંતુ હાલ તો માત્ર તારી યાદોનો સહારો જ છે મને,
પણ એક આશ છે કે તું એક દિવસ જરૂર આવીશ.
"તું આવીશને ?"

