STORYMIRROR

Mahendrasinh Rathod(રા.મ.)

Tragedy Others

3  

Mahendrasinh Rathod(રા.મ.)

Tragedy Others

મારા બાપુજી - મારા હીરો

મારા બાપુજી - મારા હીરો

1 min
189

મારા બાપુજી એટલે મારો હીરો કહેવાય

મને પડે તકલીફ કોઈ, એ એમનાથી ન જ સહેવાય,


એમના સપનાં મારીને એમણે મને ખુશ રાખ્યો છે

બાપ દીકરાના આ સંબંધનો એમણે અનોખો પાયો નાખ્યો છે,


મારી દરેક માંગને કરી છે પૂરી લાવી આપી છે દરેક વસ્તુ

જ્યારે જ્યારે મેં માગ્યું છે ત્યારે એમણે કહ્યું છે અસ્તુ,


બાપુજીની શું વાત કરું કે નથી સમજાતું

ક્યાંથી શરૂઆત કરું એ નથી સમજાતું,


હંમેશા એમણે મારા સારા ભવિષ્યની કરી છે કામના

દીકરો મારો મોટો થાય અને ખૂબ કમાઈ નામના,


ભલે કપરી આવી હોય કોઈ મુસીબત એમણે આપ્યો છે સાથ

દીકરા મારા મૂંઝાઈશ નહીં કહીને હંમેશા મૂક્યો છે ખભે હાથ,


હંમેશા શિખામણ આપી છે સારી ને સંસ્કાર આપ્યા છે સારા

જેવી તેવી કોઈ વ્યક્તિ નથી બાપ હતા ભગવાન સમાન મારા,


જીવનમાં કંઈક મેળવ્યું અને કંઈક ગુમાવ્યું ખોટ મારે ત્યારે પડી

ભગવાનને પણ ઈર્ષા થઈ અને એણે બાપ દીકરાની જોડી તોડી,


એ ગયા એને વર્ષોના વાણા વીતી ગયા

મારા બાપ વિના મારા ઘરના અજવાળા આછા થયા,


આંખોના ખૂણા ભીના થઈ જાય છે જ્યારે આવે છે તમારી યાદ

એવી તે શું ખોટ પડી પ્રભુ કહીને કરું છું હું ફરિયાદ,


કહે રા.મ. બાપ વગરનું જીવન કેવું હોય છે પૂછો જરા અમને..

ન આપે આવું દુઃખ ભગવાન જગતમાં કોઈને.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Tragedy