જોવો મજાની દિવાળી આવે
જોવો મજાની દિવાળી આવે
જોવો મજાની દિવાળી આવે....
રામે માર્યા રાવણ....આજે સત્ય જોવો અસત્યને ભગાવે,
જોવો મજાની દિવાળી આવે....
રામ વનવાસ પૂરો કરી ઘરે પાછા આવે... સાથે માતા સીતાને લાવે,
જોવો મજાની દિવાળી આવે....
અયોધ્યામાં આજે ઉત્સવ આવે.... જાણે ઘરે ઘરે પ્રભુ પધરાવે,
જોવો મજાની દિવાળી આવે....
માનવ કેરો મહેરામણ દેખી, પ્રભુ નયનમાં આંસુ આવે,
જોવો મજાની દિવાળી આવે....
આ જોઈ થયા પ્રસન્ન રાઘવ...એતો સબ પર આશિષ વરસાવે
જોવો મજાની દિવાળી આવે....
જોવો મજાની દિવાળી આવે....સાથે અનેક ખુશીઓ લાવે.
