માયા રાણી મને ખુબ નચાવે
માયા રાણી મને ખુબ નચાવે
લાગ દેખી લલચાવે, એ તો ખુબ સ્વાર્થમાં સપડાવે
માયા રાણી મને ખુબ નચાવે,
પારકી નિંદા અને અવગુણ ગાતા, મને લાજ શરમ ના આવે.
અંતર તપાસ્યું નહિ કોઈ દિ ' મેં મારું, પછી પસ્તાવાને કાજ આંખે આંસુ આવે,
માયા રાણી મને ખુબ નચાવે,
રૂપાળી કન્યાને જોવા, આ અભગ્યા લોચન તરસાવે
મૃગજળ ક્યાં આવ્યા છે હાથ, છતાં સમજણ કેરો છાંટો ના આવે,
માયા રાણી મને ખુબ નચાવે,
લાખોનું સોનું પહેરી શણગાર સજી, લાંચ ખાવા લલચાવે
દિન દુખિયાની હાયુ લીધી, ખોટા કર્મોના ભાથા બંધાવે,
માયા રાણી મને ખુબ નચાવે,
થોડાંક ફાયદા માટે મન મતવાલુ, આ મોંઘો જન્મારો ગુમાવે
જ્યારે વાત આવે ધર્મ-કર્મની, ત્યાંં આ ખોળિયું આળસ દેખાવે,
માયા રાણી મને ખુબ નચાવે,
કોઈ વિરલા મનને ખીલે બાંધે, એને કોઈડાની ફટકારે
"રા.મ." કહે મન બહુ મનાવ્યું, પછી ચાલ ચટકતી ચાલે.
માયા રાણી મને ખુબ નચાવે.
