માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો
માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો
કોઈપણ વાનગી જ્યારે તે બનાવે થઈ જાય છે એ ખાસ
કારણ કે માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો,
ગમે તેવું દુઃખતું હોય માથું માત્ર એ વહાલથી ફેરવે હાથ અને દુખાવો મટી જાય છે
કારણ કે માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો,
ગમે તેવી હોય તકલીફ પણ એ એકવાર કહી દે બેટા મૂંઝાતો નહીં એટલે ચિંતા બધી દૂર
કારણ કે માના પ્રેમનો જાદુ જ છે કંઈક અનોખો,
સવાર સાંજ કરે છે આખા ઘરની ચિંતા અને નથી એને કોઈ દિવસ પોતાની પડી
કારણકે માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો,
રસોઈ બનાવવામાં કંઈક કેટલી વાર દાઝી હશે તે પણ એને કોઈ દિવસ નથી કરી ફરિયાદ
કારણ કે માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો,
દીકરો હોય જો બહાર, ન આવે જ્યાં સુધી ઘરે એને ઊંઘ ન આવે
કારણકે માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો,
પરિવારના સપનાં પૂરા કરવામાં એ જિંદગી ખર્ચી નાખે છે બદલામાં એ સૌને ખુશ જોવા માંગે છે
કારણ કે માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો,
"રા.મ." કહે જો હોય ઘરેમાં તો સાચવી લેજો એને ન કોઈ દિવસ દુભાવશો એનો અંતરઆત્મા
કારણ કે માના પ્રેમનો જાદુ છે કંઈક અનોખો.
