તારા આ નખરા
તારા આ નખરા
તું સતાવે રાત-રાતભર સપનામાં આવીને,
અને અચાનક સવારે થઇજા વિલોપ એ પોસાય એમ નથી,
દરદ આપે છે તું જાણે અજાણે,
તુ મલમ બની નો આવે એ પોસાય એમ નથી,
હું ખોવાય જવુ તારી યાદોમાં હા એ વાત સાચી,
પણ તુ ત્યાંથી પાછો ન વાળે એ પોસાય એમ નથી,
તારા પ્રત્યેની લાગણી છે અને રહેશે,
તુ એક નાનું અમથું સ્મિત ન આપે એ પોસાય એમ નથી,
સવાર પડે કે પડે સાંજ માત્ર તને જ યાદ કરું,
પણ તું મુખ ન બતાવે એ હવે મને પોસાય એમ નથી.
રા.મ. કહે હવે રાજીનામું આપવુ છે હવે મારે તારા પ્રેમની નોકરીમાંથી,
આ તારી એકલવાઈ ચાહત પોસાય એમ નથી.

