STORYMIRROR

Rayde Bapodara

Tragedy

3  

Rayde Bapodara

Tragedy

હીરો

હીરો

1 min
203

હીરો આવે મલપતો મલપતો 

ને સૌને સંભળાવતો જાય,

હીરો થવું કાંઈ સહેલું નથી 

એમાં જાત આખી ઘસાઈ જાય,


પથ્થરથી હું અળગો થયો

ને જોનારા ગયા અંજાઈ,

ખાણમાંથી મને બહાર લાવ્યા

મારો ચળકાટ જોઈ પામ્યા નવાઈ,


નગરચર્યામાં રાજા નીકળ્યા

ટોળું જોઈ પામ્યા એ નવાઈ,

મને લઈ લીધો એ મંજૂર પાસેથી 

ને કિંમત આપી રાજાએ સવાઈ,


હીરા પારખુને રાજમાં બોલાવ્યા 

ને મારી કિંમત આજ અંકાઈ,

ઊંચી કિમત સાંભળી મને કેદ કર્યો 

આજે હું આ કેદમાં રહ્યો છું મૂંઝાઈ,


સારૂં હતું ઓળખાયા વિના 

મુક્ત થઈને તો રહેવાય,

અભિમાન મારૂં ઓગળી ગયું 

હું ગયો છું પિંજરે પૂરાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy