વેદના અદના આદમીની
વેદના અદના આદમીની
નાચતી ને કૂદતી તું તો
મારતી ઝગારા ખુબ
દોડતી ને હાંફતી ભલે
આવી દિવાળી,
હરખાઉં ખુબ દિલથી હું તો
મનમાં મૂંઝાઉં ખુબ
સંજોગો થકી ગભરાવું
આમાં તને કેમ રે મનાવું
તું જ કહે તને કેમ રે .........
મહામારીની નથી વળી હજી કળ
જીવન થયું જોને સખળ ડખળ
ખોયેલા સંગાથી જોને
આવે યાદ પળપળ
તું જ કહે તને કેમ રે ......
અવનવી સ્કીમો કેરી ભરમાર
ડીઝલ પેટ્રોલ સો ને પાર
વધતી મોંઘવારીનો માર
છેડા ભેળા કેમ કરાવું
તું જ કહે તને કેમ રે ......
બાળક માંગે ફટાકડા
સાડી માંગે વાઈફ
હળવે ખિસ્સે હડીયું કાઢું
દુસ્કર બની ગઈ લાઈફ
તું જ કહે તને કેમ રે .......
માંડ કરી બેસાડ્યો ખેલ
પડ્યો તુરત પત્તાંનો મહેલ
સાળા કેરા સાદમાં ભાળી
હરખ કેરી મેંતો હેલ,
દબાતે અવાજે પડ્યું કહેવું
વેલકમ ઓલ ઇઝ વેલ,
તૂટતો જોયો પળમાં
મેં તો પત્તા કેરો મહેલ
મળી એને દિવાળી મનાવવા
દિવસ પાંચની રજા
મને પડી બેછેડાકેરી
પાછી જોને સજા
તું જ કહે તને આમાં કેમ રે.
