જીવ તારું જીવન છે એક પરપોટો
જીવ તારું જીવન છે એક પરપોટો
જીવન તો છે એક પરપોટો
રે માનવ તારું જીવન તો
છે એક પરપોટો
ઓ માનવ તારું
જીવન તો છે એક પરપોટો,
સમંદર તો જોને તું તો
કેવડો મોટો એ તો
કામેકાજે સાવ ખોટો
રે ભાઈ મારા
કામેકાજે સાવ ખોટો
બૂઝાવવા પ્યાસ જોને
ખપમાં રે આવે નાનો
જળ રે મીઠાનો એક લોટો
રે માનવ તારું જીવન
તો છે એક પરપોટો,
પદ કે પ્રતિષ્ઠા પૈસૌ કે પાવર
જર ને જમીનનો મદ
તું કર મા ખ
ોટો
રે ભાઈ મારાં મદ તું
કર મા સાવ ખોટો,
બેઠો બેઠો ઊપર
જોયા કરે છે પ્રભુ
કૅમેરો સી સી એનો મોટો
રે માનવ તારું
જીવન તો છે
એક પરપોટો,
કરે નહિ તાર કે
લખે ના ટપાલ,
એ તો નહીં કરે
ફોન તને છોટો
રે ભાઈ મારાં
નહિ કરે ફોન તને છોટો
છોડી દે કરવા તું તો
કાળા કરમ નહીં તો
વાળશે પળમાં તારો ગોટો
ઓ માનવ તારું
જીવન છે એક પરપોટો.