સહુથી મોટો સ્ટેશન માસ્તર
સહુથી મોટો સ્ટેશન માસ્તર
જગત નિયંતા એ રચી
પળમાં જગનીની સહુથી લાંબી રેલ
ગામ શહેર રૂપી જોડિયા ડબ્બા
માંડ્યો ગુડ્ડા ગુડ્ડીનો ખેલ !
સીટિંગ સ્લીપર ફર્સ્ટ ક્લાસ છે ;
સેકન્ડ ને થર્ડ એસી
બેસાડી સુવડાવી દીધા
એમાં લખ ચોરાસી !
મૂકી હિંમતની ફિશપ્લેટ
જોડીયા શ્રદ્ધાના સલેપાટ
પ્રેમરૂપી એણે પાટા મુકીયા
ભગાવતો ગાડી સડસડાટ !
વિશ્વાસના ખોડીને ફાટક
ધરતો બત્તી લાલ
અટકીજા અટકીજા મનવા
અહીં તો હવે અટક !
કરમ ના રૂપિયાની લઇ ટિકિટ
કહે સહુને આમાં આવો
સીટ નંબરે ગોઠવી બધાને
પોતે વગાડે પાવો !
ટિકિટ સહુના ખિસ્સામાં
પણ દેખે નહિ એને કોઈ
મૂકે ઉતારી તુરત ગોતીને
વગર ટિકિટજે કોઈ હોઈ !
અજબગજબની અદ્દભુત ગાડી
સંચાલક પોતે ખુદ એકજ
સ્ટેશન કોનું ક્યારે એની
સફરી નેય ના જાણ સહેજ !
કરું નમી સલામ તનેતો ;
ભાવથી કહું વિશ્વમ્ભર
પડી ગઈ ખબરમને પાકી કે
તું છો સહુથી મોટો સ્ટેશનમાસ્તર !