Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAMESH HATHI

Others

4.0  

RAMESH HATHI

Others

હરિ ધરે લાલબતી

હરિ ધરે લાલબતી

1 min
173


હસતાં ને ખેલતાં 

ખાતા ને પિતા મેં તો 

ઘડ્યા અનેક નારી ને નર 

ભેળાં મળી આજ મને 

ખુદ્દને બેઠા બનાવી શીદને 

મંદિરમાં એક પથ્થર !


આવો સહુ પાસ 

શેનું વળગ્યું છે ભૂત 

આજ રે બતાવું તમને 

તમારા કરતૂત !


ધરોછો બધાયે રોજ 

છપ્પન રે ભોગ 

કરી બંધ આંખ કહો છો 

જલ્દી તું આ રોગ !


વાળું પાછા આજ ભોગ 

છપ્પન અકબંધ 

ખબર છે મને કે ખાશો 

કરી બારબંધ !

ખુદને મુજને દીધો 

બંધ બારણે પુરી 

દીધેલા મારા જ ખાશો 

શિરોને પુરી !


કરીને વરસમાં 

કરોડોની કરચોરી 

ધરોમાં મને તો 

ડ્રાયફ્રૂટની કચોરી !


ભરોમાં તેજુરી 

કાળા ધોળા રે કરી 

અવી પડશે પળમાં 

આયકરનો અધિકારી !


શીદને પહેરાવો છો

રોજ નવું ઝબલું 

રહેવા દો વિરાટ 

નથી થાવું બબલુ !


ખાલી નામ લેવાથી કે 

કરવાથી દર્શન 

થાંવ ના કદી હું 

તમારા ઉપર પ્રસન્ન !


માંગુ એક ચીજ 

મને આપોને વચન 

મુકી દો ને ખુલ્લા થોડા 

પોતાના મન ને ધન !


કરો બંધ કરવા રોજ 

અવનવા તિલક 

બંધરે તેજુરી ખોલી 

વાપરોને સિલક !


સમજો વાત મારી મારા 

વહાલા રે ઇન્સાન 

થાવ વધુ રાખતા થોડું 

ગરીબોનું યેં ધ્યાન !


અપાવીશ માન ને 

રાખીશ ઓળખાણ 

મંડો કરવા સહુ 

ગરીબોનું યે કલ્યાણ !


વગાડો માં મારી સામે 

જોશથી રે ઘંટ 

થાકી ગયો જોઈ બધા 

તમારા રેસ્ટન્ટ 

જુવોછો બધાયે મારા 

બેજલોચન 

ખબરછે થોડાને 

મારું નામ ત્રિલોચન !


સમજો થોડું શાનમાં 

આવી જાવ ને ભાનમાં 

તો પડે ના ખોલવી 

મારે ત્રીજી આંખ !


દીધેલું લેતા પાછું 

મને આવડે 

થઈ જાશો પળમાં તમે તો 

ત્રણ લુગડે 

મારા છો સંતાન કરું 

વીનવી વીનવી માંગણી 

ચેતી જાવ નહી તો થશો 

પળમાં ધૂળધાણી 

ચેતી જાવ નહી તો થશો 

પળમાં ધૂળધાણી

ચેતી જાવ નહી તો થશો 

પળમાં ધૂળધાણી.


Rate this content
Log in