STORYMIRROR

RAMESH HATHI

Comedy Others

4  

RAMESH HATHI

Comedy Others

સવાલ અલખધણીને

સવાલ અલખધણીને

1 min
323

 જનમ્યો જગમાં પાંચશેરનો 

બાળક સાવ અબુધ 

નાનીશી બોટલમાં પાતી 

મમી  મારી  દૂધ 


મીઠા દૂધની જાડા કાચની 

મસ્ત હતી બોટલ 

ખોવાણી ક્યાં પડી ખબર ના 

આજ લગી  ટોટલ 


બાળગોઠિયા જડીયા જાજા 

મૂકતા રમતુંમાં માજા 

સાતતાળી અને થપ્પોદા 

ગિલ્લી ડંડાને  ક્રિકેટ 

નિર્મલ ને નનકુડા સહુ 

પણ હતી વાતું સિક્રેટ 


વહ્યો વખત જ્યાં થોડો 

ખેલતા શેરિયુંમાં યે ખેલ 

ઓચિંતી આવી પડી 

ત્યાં તો  નિશાળ રૂપી જેલ 


ગુમ થયું એ બચપણ જોને 

આવી મસ્ત જવાની 

શબદ જવાની જ 

કેતો કાનમાં એકદી 

એ પણ જાવાની 


બચપણ ગયું ને ગઈ જવાની 

વાત બરોબર એ સમજાણી 

આવે જગ માં પડે જવું એને 

વહેલામોડા સહુ કોઈ પ્રાણી  


તાત જગતનાને પૂછું 

સવાલ મજાનો એક 

નથી છળ કે કપટ નથી કાંઈ 

નિયત તો મારી છે  નેક 


નિયમ સર્વે તું જ ઘડે 

જે આવે એને જવુજ પડે 

બનીશકે તો બતાવના માલિક 

આવેલું ઘડપણ જીવમાં

એને લીધા વીના કાં જાય ના ?


Rate this content
Log in

Similar gujarati poem from Comedy