સવાલ સમુદ્રને
સવાલ સમુદ્રને
અરે ઓ દરિયા બતાવને
તું સાવ આવો તે કેમ થયો
લોકો તો તને દરિયાદેવ અને
દરિયાલાલ કહી કરે છે,
પૂજા તારી ભર્યા હીરા મોતી પેટમાં છતાં
દઈને કોઇને કઈ કદી થયો ના રાજી, બતાવને તું સાવ આવો તે કેમ થયો
તારી તો પૂજા કરે છે એટલું જ
નહિ તારું સંતાન સાવ ખારું છે છતાં તેને મીઠું કહે છે !
બનાવ્યો પ્રભુએ મોટો
પણ કામેકાજે તો
તું સાવ નીવડ્યો ખોટો
પાણી દેતાય તારો જીવના હાલ્યો તી આટલા બધા
પાણીમાં બેઠો મીઠું નાખી બતાવને તું સાવ
આવો તે કેમ થયો
નાની નાની હોડીયું ને મોટા મોટા વહાણ તેં પધરાવીયા જોને તારા પેટમાં તોયે પેટ તારું ના ભરાણું તી
રળવા નીકળેલા જોને પેટ્યું ખલાસી ના લઈ લીધા ઘણા તે તો પ્રાણું
સમજતો નથી કે પછી સમજવા
નથી માંગતો તું કંઈક તો બતાવ
ને તું સાવ આવો તે કેમ થયો
થોડો ઑરો આવ તો કહુવાત
પકડીને તારો કાન
ખબર છે મને કે જાહેરમાં
ઘવાશે પાછું તારું સ્વમાન
પામવા આવતા તારાં
મોતી પેટાળના ને પળમાં
તું નાખે જોને મારી
દોડી દોડી આવતી મીઠી મધ
નદીયું ને તું તો પલકવારમાં કરી મૂકે ખારી.
લાગે છે પાક્યો હવે સમય
પૂરેપૂરો તને પડશે યાદ કરવા
ખરારી (રામપ્રભુ )
બાંધીને માથે તારી સેતુ જયારે
રામે જોને ઉઠાવ્યો તો કેવડોનીશંગ
ખાનગીમાં આજ તને કરું છું હું
યાદ રામાયણ નો એ મોટો પ્રસંગ
આવ જલ્દી ભાનમાં હવે
ને સમજી જા તું શાનમાં હવે
નથી વા ર જાજી એને આવવામાં
ને લગરિકના લાગશે
વાર મારા રામને શાન તારી
ઠેકાણે જલ્દી લાવવામાં.
