મુંઝવણ ભગવાનની
મુંઝવણ ભગવાનની
ઈશ્વર કહો કે કહો કુદરત
ચાહે કહો ભગવાન
ઉત્પત્તિ સ્થિતીને લય કરે
બેઠો ઉપર મહાન,
ખુદની માથે કાંઈ ના લેતો
દેતો નિમિત્ત હજાર
કોરોના કેરા કોરડા વીંઝતો
કરતો એતો પુલ પ્રહાર,
શીદને કાઢયો સાગમટે તેં
નિર્દોષ જનોનો કાંટો
પેન ડાયરી લઈ માર્યો મેં તો
ભગવાનના મનમાં આંટો,
ચાલી રહ્યું 'તું ત્યાંયે સતત
ખુબ મોટું ધમાસાન
જોયો વિચારતો માણસની
કેમ કરી લાવું ઠેકાણે સાન,
રાત દિવસ ખુબ વધતો જોયો
માણસનો અહીં ગુરૂર
વારેવારે પડે સમજાવવું
જીવન માનવ કેરું જોને
કેવું કેટલું ક્ષણભંગૂર.