Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAMESH HATHI

Inspirational

4.7  

RAMESH HATHI

Inspirational

જીવન એક શતરંજ

જીવન એક શતરંજ

2 mins
1.4K


જગચોરસે ફેલાવી માયા 

દીધી જીવને માનવ કાયા ;

 કરતૂત એના કર્યા માફ 

હરિએ કર્યો મોટો ઇન્સાફ,

 

બે બે આંખ્યું બે બે હાથ ;

કાન પગ બે બે દીધા સાથ,

 આંગળીયો ના ખડકી ગંજ ;

માંડ્યો ખેલ એણે તો શતરંજ,


ચોસઠ ખાનાનું ચોકઠું ;

અંગ્રેજી નામ છે ચેસ ;

આવડે રમતા જાણે એજ ;

 આવે રમતમાં કેવો ટેસ,


ફેંકવાના નથી પાસા એમાં 

ચાલે નાકોડી કોડા ;

ભેજું મારીને પડે ચાલવા 

અહીં તો હાથી ને ઘોડા,


રાજા વજીર છે એક એક ને 

બે ઘોડા બે હાથી ;

ઊંટડા બે ને પાયદળ આઠ ;

ચેસ કેરો રજવાડી ઠાઠ,


પાયદળ ચાલે એક ડગલું 

મારતું સહુને ત્રાંસુ 

મરનારના મોલ સમજી હરીફની 

આંખમાં આવી જાય આંસુ,


પાયદળનાં અહીં મોલ અંકાય ;

ડગલે છઠે એતો વજીર થાય,


આડે ઊભે પટ્ટે અહીં તો 

 દોડે બે બે હાથી ;

કચ્ચરઘાણ કાઢતા જાણે 

 બે મોટા મહારથી,


રેગિસ્તાનના વાહન સમા 

 દોડતા બે બે ઊંટડા ;

ત્રાંસી ચાલથી હરીફ હંફાવે 

 ભરાવે કડવા ઘૂંટડા,


અઢી પગલે એમાં ઠેકતાં ઘોડા ;

વિજય અપાવે વહેલા મોડા,

આવડે જો ઘોડાની ચાલ ;

થવાય રમતમાં માલામાલ,


ઊંટ હાથીનું કોમ્બિનેશન 

કરતો એક વજીર ;

ડિફેન્સ એટેક બેય વાતે 

ભાઈ ગજબ નો એ માહિર,


નામે રાજા ચેસનો 

ભરતો એક એક ડગલું ;

મરી જાય જો રાજા તો તો 

વેલ્યૂ બધાયની ડબલું,


અઠેકઠેનું નથી આ વર્ણન ;

કોલેજકાળનો છું ચેસચેમ્પિયન,


માનવ કેરી કાયા માંયે 

અંગો જાજા એક જ જીવ ;

કવિ કહે કર જોડી મનવા 

જપી લે તું તો જલ્દી શિવ.


વાત મારા બચપણની છે, મારા પિતા પોરબંદરની મહારાણા મિલમાં કાપડના શો રૂમમાં સેલ્સમેન હતા, સાવ નજીવો પગાર મળતો જેમાં ૬ જણાનો નિભાવ થતો (અમે બે ભાઈ બે બહેન અને માતા પિતા )

આવી તીવ્ર અછતમાં મને બચપણથી જ ચેસ (શતરંજ) નો બહુ શોખ હતો. એ વખતે ૮ (આઠ) રૂપિયા નો ચેસ લેવો મારામાટે અશક્ય હતો,

મેં એક ચોરસ પુંઠામાં ચેસ બોર્ડ દોરી લીધું હતું ! તેમજ ટોઈઝ માટે કાચની બત્રીસ શીશી એકઠી કરી હતી,

જેમાં ૧૬ નાની અને ૧૬ મોટી હતી. દરેકમાં રાજા વઝીર હાથી ઘોડા ઊંટ તેમજ પાયદળ અલગ કલરથી લખી નાંખ્યા હતા. આવા હાથે બનાવેલા ચેસની હું રેગ્યુલર પ્રેક્ટિસ કરતો.

અમુક વરસ પછી મારા કઝીને મને ચેસ લઈ દીધો હતો જે રાત્રે મને (ખુશી ની મારી)નિદ્રા પણ નોતી આવી. પછી તો મારા કોલેજકાળમાં હું ચેસ ચેમ્પિયન થયો હતો. ચેસની રમતને માનવજીવનની સામ્યતા દર્શાવતી મારી મૌલિક રમુજી કવિતા રજૂ કરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational