Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

RAMESH HATHI

Comedy

4.0  

RAMESH HATHI

Comedy

સહુથી મોટો સ્ટેશન માસ્તર

સહુથી મોટો સ્ટેશન માસ્તર

1 min
240


જગત નિયંતાએ રચી પળમાં જગની સહુથી લાંબી રેલ,

ગામ શહેર રૂપી જોડિયા ડબ્બા માંડ્યો ગુડ્ડા ગુડ્ડીનો ખેલ !


સીટિંગ સ્લીપર ફર્સ્ટ ક્લાસ છે ;     

સેકન્ડ ને થર્ડ એ.સી.બેસાડી સુવડાવી દીધા,    

એમાં લખ ચોરાસી ! મૂકી હિંમતની ફિશપ્લેટ 


જોડીયા શ્રદ્ધાના સલેપાટ,

પ્રેમરૂપી એણે પાટા મુકીયા   

ભગાવતો ગાડી  સડસડાટ !   


વિશ્વાસના ખોડીને ફાટક ધરતો બત્તી લાલ,

અટકીજા અટકીજા મનવા અહીં તો હવે અટક !


કરમના રૂપિયાની લઇ ટિકિટ કહે સહુને આવો ;

સીટ નંબરે ગોઠવી બધાને પોતે વગાડે પાવો ! 


ટિકિટ સહુના ખિસ્સામાં પણ દેખે નહિ એને કોઈ,

મૂકે ઉતારી તુરત ગોતીને વગર ટિકિટજે કોઈ હોઈ !


અજબગજબની અદ્દભુત ગાડી,    

સંચાલક ખુદ એકજ સ્ટેશન,

કોનું ક્યારે એની સફરી નેયના જાણ સહેજ !


કરું નમી સલામ તનેતો, ભાવથી કહું,  

વિશ્વમ્ભર પડી ગઈ ખબર મને તો પાકી,    

તું છો સહુથી મોટો સ્ટેશન માસ્ટર.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy