STORYMIRROR

Rohit Prajapati

Comedy Inspirational Others

4  

Rohit Prajapati

Comedy Inspirational Others

લે હાલ

લે હાલ

1 min
344

લે હાલ, લોટમાં મો'ણ નાખી દઉં,

ને પછી લોટ બાંધી દઉં,

એ મજાની રોટલી તું બનાવે એ માટે,

હું આટલું તો કરી દઉં.


લે હાલ કપડાને પાવડરમાં પલાડી,

ને સાબુ દઈ ધોઈ દઉં,

એ કપડા પછી તું સુકવે,

એ જોવા માટે આટલું તો કરી દઉં.


લે હાલ, કચરો વાળી,

ને આખા ઘરમાં પોતું કરી દઉં,

એ ચમક તારા ચહેરા પર જોવા,

આટલું તો કરી દઉં.


લે હાલ, દુકાને દુકાને ઘૂમી,

તારી શોપિંગની બેગ પકડી દઉં,

એ તારા અકબંધ વટને જાળવવા,

આટલું તો કરી દઉં.


લે હાલ, તને બાહોમાં ઉઠાવી,

આખી દુનિયા ફરાવી દઉં,

એ મારી આ દુનિયાને ખુશ જોવા,

હું આટલું તો કરી દઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy